1) ઘેર ઘેર માટીનાં ચૂલા :
બધે એક સરખી પરિસ્થિતી હોવી જેવો ભાવાર્થ આ કહેવત દ્વારા પ્રતિપાદિત થાય છે
*****
2) ક્યાં રાજા ભોજ, ક્યાં ગંગુ તૈલી. :
અહી ગુણો અને પરાક્રમ ની વાત કરવામાં આવી છે. રાજા ભોજ પરાક્રમ માં રાજા ગગું અને તૈલપ થી ચડિયાતા હતા.
*****
3) લાતો ના ભૂત વાતોથી ન માને. :
જે વ્યક્તિ ને શિક્ષા તીજ ખાબડ પરે અન સમજણ થી નહીં તેના માટે આ કહેવત પ્રયોજાય છે.
*****
4) રાત થોડી ને વેશ ઝાઝા. :
ઓછા સમય માં વધુ કામ કરવાનું હોય તેવા સંદર્ભ માં આ કહેવત નો ઉપયોગ થાય છે.
*****
5) ધોબીનો કૂતરો ન ઘર નો , ન ઘાટનો. :
એક સાથે બે કે તેથી કાર્ય કે પસંદગી કરવાના કારણે બંને જગ્યાએ નિષ્ફળ થવું એવો ભાવાર્થ.
*****
6) લાલો લાભ વિના ન લૂટે. :
મદદ કરવાના બહાને પાછળ થી છુપો લાભ સંતોષવામાં આવતો હોય ત્યારે.
*****
7) ખાતર ઉપર દિવેલ. :
નુકશાન મા વધુ નુકશાન, ખર્ચ મા વધુ ખર્ચ, “લાખ ભેગા સવા લાખ”
*****
8) લખીયલ છઠ્ઠી ન લેખ. :
બાળક ન જન્મ પછી છટ્ઠા દિવસે વિધાતા એના ભાવિના લેખ છે એવિ એક માન્યતા છે. એ છટ્ઠી ન લેખ મિથ્યા થતાં નથી એવિ પણ એક માન્યતા છે.
*****
9) વાવો તેવું લણો. :
જેવા કર્મ કરશો તેવું ફળ પ્રાપ્ત થશે.
*****
10) છોરું ક છોરું થાય પણ માવતર ક માવતર ન થાય :
છોકરા માં બાપ પ્રત્યે ની ફરજ ભૂલી જાય છે પરંતુ માવતર છોકરા પ્રત્યેની ફરજ નથી ભૂલતા.
*****
11) પાકે ઘડે કાંઠા ન ચડે :
યોગ્ય સમયે જે કરવાનું હોય તે ના કરતાં પછીના સમયે કરવામાં આવે તો પ્રયત્ન વ્યર્થ નીવડે.
*****
12) જીભ ને હાડકું ન હોય. :
જીભ ગમે તે બાજુ વળી જાય અને ન બોલવાનું બોલી નાખે.
*****
13) આપ મૂઆ વિના સ્વર્ગે ન જવાય :
સ્વર્ગે જવું હોય તો વ્યક્તિએ પોતે મરવું પડે. સુખ સંપતિ માટે વ્યક્તિ એ પોતે પરિશ્રમ કરવો પડે.
*****
14) આંખ પાપણ ને જોતી નથી. :
જે પાસે છે એની નોંધ લેવામાં આવતી નથી. જે પોતાનું છે એની જાણે અજાણે ઉપેક્ષા થતી હોય છે.
*****
15) પારકી મા જ કાન વિંધે. :
લોહી કે લાગણી નો સંબંધ ન હોય તે જ વ્યક્તિ બાળક ના ઉછેર નું કામ યોગ્ય રીતે કરી શકે છે.
*****
16) ચોર કોટવાલ ને દંડે. :
દોષ પોતાનો હોય છતા સામી વ્યક્તિને દોષિત કે ગુનેગાર ઠેરવે.
*****
17) પહેલુ સુખ તે જાતે નર્યા. :
સ્વસ્થ્ય હોય તો બધુ સલામત છે. શારીરિક સુખ ને મહત્વ આપવા માટે આ કહેવત ને ટાંકવા માં આવે છે.
*****
18) છીંડે ચડ્યો તે ચોર. :
ગુનો ગમે તેને કર્યો હોય પરંતુ હાથ મા આવ્યો તે ગુનેગાર
*****
19) આપ સમાન બલ નહીં, મેધ સમાન જલ નહીં. :
આપ બલ થી જે કામ સારી રીતે સિદ્ધ થાય છે જે બીજા પર આધાર રાખવા થી થતું નથી.
*****
20) જેને કોઇ ન પહોંચે તેને તેનુ પેટ પહોંચે. :
માથાભારે વ્યક્તિ નો ઘમંડ તેનો પુત્ર તોડે તેવા કિસ્સામાં આવી કહીવટ નો ઉપયોગ થાય છે.
*****
21) ડુંગરાં રૂઠયા ત્યાં શરણું કોનું શોધે. :
ડુંગર ઉજ્જડ થઈ જાય તો પશુ, પક્ષીઓ, માનવો બધાને હાનિ પહોચે આમ ડુંગર રુથે તો બધા ને હાનિ થાય.
*****
22) ઝાઝી કીડીઓ સાંપ ને તાણે. :
સંપ અને સહકારથી અઘરું કામ પણ સરળ થઈ શકે છે.
*****
23) આભ ફાટયા પછી થીગડાં ક્યાં છે? :
ચારે તરફ થી તકલીફો આવતી હોય ત્યારે તેને નિવારવાના પ્રયત્ન વ્યર્થ જ જાય.
*****
24) પિયરમા પડેલી છોકરી અને ડુંગરે ચડેલો ભીલ કદીય કોને ન બદે. :
પિયર મા છોકરી બધી સ્વતંત્રતા અનુભવે તેજ પ્રમાણે ભીલને માટે ડુંગર પર રખડપટ્ટી કરવી રમતવાત છે, તે ડુંગર પર ચઢે તો સંપૂર્ણ આઝાદ હોય તેમ વર્તે.
*****
25) દરદ કરતાં દવા અનિષ્ટ :
રોગ કે તેની પીડા કરતાં તેનું ઔષધ કે ઉપચાર વધારે પીડાદાયક હોય ત્યારે
*****
26) મા તે મા, બીજા વગડાનાં વા. :
માં જેટલો પ્રેમ તેના પુત્રને આપે છે એટલો પ્રેમ બીજું કોઈ આપી શકતું નથી.
*****
27) કૂતરાની પૂંછડી જમીનમાં દટો તો પણ વાંકી ને વાંકી જ. :
અમુક લક્ષણ એક વખત પડ્યા પછી તે ગમેતેવા પ્રયત્ન કરવા થી પણ જતાં નથી.
*****
28) લખાણું એ વંચાણુ. :
એક વાર લખી ને પાકું કર્યું હોય તો એ જ બરાબર હોય છે એજ સાચો વ્યવહાર છે.
*****
29) પાણી પહેલા પાળ બાંધવી. :
વિધ્ન મુશ્કેલી આવતા પહેલા આગમચેતી વાપરી તેનો ઉપાય કરવો.
*****
30) શેઠની શીખામણ જાંપા સુધી. :
કોઈ આપેલી શિખામણ હમેશા કામે લાગતી નથી. પોતાની સમજ, વિવેક અને બુદ્ધિ નો ઉપયોગ કરવો પડે.
*****
31) જીવતો નર ભદ્રા પામે :
જીવતા રહ્યા તો ભવિષ્યમાં તક આવી જ મળવાની.
*****
32) પાશેરા મા પહેલી પૂણી. :
હજી શરૂઆત જ હોવી અને પહેલી મુશ્કેલી આવવી.
*****
33) મોરનાં ઈંડા ચીતરવા ન પડે. :
માં બાપ ના લક્ષણ સંતાન મા કુદરતી રીતે જ ઉતરી આવે છે.
*****
34) અતિ લોભ તે પાપનું મૂળ. :
વધુ પડતું લોભ પાપ ને આમંત્રણ આપે છે.
*****
35) દુકાળમાં અધિક માસ. :
મુશ્કેલી મા ઉમેરો થવો
*****
36) લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે કપાળ ધોવા ન જવાય. :
જ્યારે તક સામે આવે ત્યારે તેને અવગણવી ના જોઈએ.
*****
37) બાંધે એની તલવાર. :
તલવાર નો ઉપયોગ કરવાની હિમ્મત, તાકાત, આવડત, ધારવાનાર કોઈ પણ વ્યક્તિ શસ્ત્ર રાખવાને હકદાર છે. મહત્વ શકિત કે આવડતનું છે, જાતિ કે મોભાનું નહીં.
*****
38) ભેંસ આગળ ભાગવત. :
અબુધ કે અજ્ઞાની પાસે જ્ઞાન ની વાત
*****
39) બોલે તેના બોર વહેચાય. :
બોલીએ અને કહીયે તો જ કામ થાય. “માંગ્યા વિના મા પણ ન પીરસે”
*****
40) દૂરથી ડુંગર રળિયામણાં. :
વસ્તુ કી વ્યક્તિ દૂરથી જ સારી લાગે, નિકટ થી કદાચ વિપરીત અનુભવ થાય.
*****
41) પાડાનાં વાંકે પખાલીને ડામ. :
ગુનો કે દોષ કોઈ નો અને સજા કોઈ બીજાને
*****
42) બાંધી મુઠી લાખની. :
વાત ગુપ્ત રહે ત્યાં સુધીજ ઇજ્જત આબરૂ સચવાઈ રહે.
*****
43) બેઠા થી બજાર ભલી. :
ઘરમાં બેસી રહેવા કરતાં કઈક પ્રવૃતિ કરવી સારી.
*****
44) પડ્યો પોદળો ધૂળ લે. :
કોઈ વ્યક્તિ કાઇ પણ કર્યા વિના એક જ સ્થાને પડી રહીને પણ કાઇ ને કાઇ પ્રાપ્ત કરતી રહે છે.
*****
45) પારકી આશા સદાનિરાશ. :
કોઈ પણ કામ માટે બીજા પર આશા રાખીને બેસી રહવું કે એ આપનું કામ કરી આપશે, તો એ મોટે ભાગે આપણી આશા ઠગારી નીવડે છે. ટૂંક મા પારકા ઉપર આધાર રાખનાર ને અંતે સહન કરવું જ પડે છે.
*****
46) ભાવતુ હતુ ને વૈદે કીધુ. :
મનમાં ઈચ્છા હોય તેવું મળી જાય એવા પ્રસંગ પર આ કહેવત વપરાય છે.
*****
47) ગા વાળે તે અરજણ. :
અર્જુને વિરાટનગરી ની ગાયો ને પાછી વાળવામાં જે વીરતા પૂર્વક નું સાહસ બતાવ્યુ હતું તેવું વીરતાપૂર્વક નું કારી કરનાર અર્જુન જેવી નામના મેળવી શકે. મહત્વ વ્યક્તિ નું નહીં પરંતુ કાર્ય નું છે.
*****
48) ખાડો ખોદે તે પડે. :
જે પણ ખારબ કર્મ કરે તેને તેનું ફળ ભોગવવું પડે છે. તેવા અર્થ માં આ કહેવત કહેવામાં આવે છે.
*****
49) નમે તે સૌને ગમે. :
આ કહેવત માં નમનાર વ્યક્તિ સૌને પ્રિય હોય છે. તેવો ભાવાર્થ કહેવામા આવ્યો છે.
*****
50) ઉઠ પહાણા પગ પર પડ. :
સામેથી મુશ્કેલી નહોતરવી.
*****
51) ઘરના ઉઠ્યા વનમાં ગયા, વનમાં લાગી લાય ઊલેથી ચૂલે પડ્યાં, કર્મ પ્રમાણે થાય
એક મુસીબત માથી છૂટવા બીજા સ્થાને ગયા ત્યાં બીજી મુસીબત નો સામનો કરવો
*****
52) વર મરો, કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો.
*****
53) ફરે તે ચરે, બાંધ્યા ભૂખ્યા મરે.
*****
54) સંગ તેવો રંગ.
*****
55) હાથી દરબારે ને દીકરી ઘરબારે શોભે :
જે જ્યાં યોગ્ય હોય ત્યાં જ શોભે
*****
56) ઘોડે ચડતો બાપ મરજો પણ છાણાં વીણતી માં નાં મરજો
*****
57) બગલમાં છરી અને ગામમાં ઢંઢેરો.
*****
58) સંપ ત્યાં જંપ.
*****
59) ના બોલવામાં નવ ગુણ.
*****
60) અણી ચૂક્યો સો વર્ષ જીવે.
*****
61) ઈદ પછી રોજા.
*****
62) ઘરકી મૂર્ઘી દાલ બરાબર.
*****
63) મારુ મારુ આગવુ ને તારુ મારુ સહીયારુ.
*****
64) ભેંસ ભાગોળે અને છાશ છાગોળે.
*****
65) હાથી જીવતો લાખનો , મરે તો સવા લાખનો.
*****
66) પૈ ની પેદાશ નહી અને ઘડીની નવરાશ નહી.
*****
67) લાખ મળ્યાં નહિ અને લખેશ્રી થયા નહિ.
*****
68) વખાણેલી ખીચડી દાઢે વળગી.
*****
69) આમદની અટ્ટની ખર્ચા રૂપૈયા.
*****
70) સો દાહ્ડાં સાસુના એક દા‘હ્ડો વહુનો.
*****
71) ખોદ્યો ડુંગર, નીકળ્યો ઉંદર
*****
72) રામ રાખે તેને કોણ ચાખે.
*****
73) ટીંપે ટીંપે સરોવર ભરાય.
*****
74) અધૂરો ઘડો છલકાય ઘણો.
*****
75) રાજા, વાજા અને વાંદરાં ત્રણેય સરખાં.
*****
76) ઉજ્જડ ગામમાં ઍરંડો પ્રધાન.
*****
77) સંગર્યો સાપ પણ કામનો.
*****
78) એક દુખ હતુંત્યાં બીજા દુખ માં વધારો થયો.
*****
79) માણ્યુ તેનું સ્મરણ પણ લહાણું.
*****
80) રાજા ને ગમે તે રાણી.
*****
81) બેગાની શાદીમેં અબ્દુલ્લા દિવાના
*****
82) ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને પાડોશીને આંટો.
*****
83) આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય.
*****
84) ગાંડી સાસરે ન જાય અને ડાહ્યી ને શીખામણ આપે.
*****
85) બકરું કઢતા ઉંટ પેઠું.
*****
86) સિધ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય
*****
87) લૂલી વાસીદુ વાળે અને સાત જણને કામે લગાડે.
*****
88) ખાલી ચણો વાગે ઘણો.
*****
89) જ્યાં ન પહોચે રવિ, ત્યાં પહોંચે કવિ અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી.
*****
90) શેરને માથે સવાશેર.
*****
91) હિરો ગોગે જઈને આવ્યો અને ડેલીએ હાથ દઈને પાછો આવ્યો.
*****
92) ઊંટના અઢાર વાંકા.
*****
93) કીડીને કણ ને હાથીને મણ.:
જેની જેવી જરૂરિયાત હોય તેને તેવું મળી જ રહે છે
*****
94) નાચ ન જાને આંગન ટેઢા.
*****
95) ચેતતા નર સદા સુખી.
*****
96) વાડ થઈને ચીભડાં ગળે.
*****
97) સાપ ગયા અને લીસોટા રહી ગયા. :
દુર્જન વ્યક્તિ ના ગયા પછી પણ તેના ખરાબ કામો ના કારણે તે ખરાબ જ કહેવાય
*****
98) કાશીમાં પણ કાગડા તો કાળા જ.
*****
99) પુત્રનાં લક્ષણ પારણાં માં અને વહુનાં લક્ષણ બારણાં માં.
*****
100) કામ કરે તે કાલા, વાત કરે તે વ્હાલાં.
*****
101) ધીરજનાં ફળ મીઠાં.
*****
102) સો સોનાર કી એક લૂહાર કી.
*****
103) કાગનું બેસવુ અને ડાળનું પડવું.
*****
104) ગાંડાના ગામ ન હોય.
*****
105) બાવાનાં બેવુ બગડે.
*****
106) શેતાનું નામ લીધુ શેતાન હાજર.
*****
107) દશેરાનાં દિવસે ઘોડા ન દોડે.
*****
108) નાણાં વગરનો નાથીયો ,નાણે નાથા લાલ.
*****
109) હિમ્મતે મર્દા તો મદદે ખુદા.
*****
110) છાશ લેવા જવુ અને દોહણી સંતાડવી.
*****
111) ધરમની ગાયનાં દાંત ન જોવાય.
*****
112) સીધુ જાય અને યજમાન રીસાય.
*****
113) હસે તેનું ઘર વસે. :
આનંમાં રહેવાથી જીવન સમૃદ્ધ બને છે
*****
114) ના મામા કરતાં કાણો મામો સારો.
*****
115) મન હોય તો માંડવે જવાય.
*****
116) બાર વર્ષે બાવો બાલ્યો.
*****
117) નામ મોટા દર્શન ખોટા.
*****
118) ઝાઝા ગુમડે ઝાઝી વ્યથા.
*****
119) અતિ લોભ તે પાપનું મૂળ:
વધુ પડતું લોભ પાપ ને આમંત્રણ આપે છે
*****
120) લોભને થોભ ન હોય:
લોભ કરનાર વ્યક્તિ અટકતો નથી
*****
121) લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે:
વધુ પડતો લોભ કરનાર વ્યક્તિ ને છેતરનારા મળી જ રહે છે
*****
122) લોભે લક્ષણ જાય:
વધુ પડતો લોભ કરવા થી નુકસાન થાય છે
*****
123) લાલો લાભ વિના ન લૂટે:
મદદ ની પાછળ પોતાનો લાભ છુપાયેલો હોય
*****
124) રાજા કરે રાજ્ય અને પ્રજા સુખી:
રાજા સારું કાર્ય કરે તો પ્રજા સુખી રહે છે
*****
125) યથા રાજા તથા પ્રજા :
જેવો રાજા તેવી પ્રજા
*****
126) હાથીની પાછળ કૂતરા ભસે:
હાથીની પાછળ કુતરા ભસે તેની ચિંતા હાથી ના કરે
*****
127) પારકા કજિયા ઉછીના ન લેવાય :
બીજા ના ઝઘડા માં ના પડાય
*****
128) પારકી મા જ કાન વિંધે :
લોહીનો સંબંધ ન હોય તે વ્યકિત જ કષ્ટદાયક કેળવણી આપી શકે છે.
*****
129) પારકે પૈસે દિવાળી :
બીજા ના પૈસે જલસા કરવા
*****
130) ચોરની દાઢીમાં તણખલું :
ગુનેગાર પાસે થી જ ગુણ ની બાતમી મળી રહે
*****
131) ચોરનું મોં કાળું :
ખરાબ કામ કરનાર ની હમેંશા ટીકા થતી હોય છે
*****
132) ધર્મ કરતાં ધાડ પડી :
સારું કરવા જતા નુકસાન થવું
*****
133) ડાબા હાથનો ખેલ :
રમત જેવી વાત હોવી
*****
134) હાથનાં કર્યાં હૈયે વાગ્યાં :
પોતાની ભૂલનો પોતે ભોગ બનવું
*****
135) હૈયું કરતાં હાથ બાળવા સારા :
બીજા પાસે કામ કરાવી પસ્તાવા કરતાં જાતે કરી લેવું સારું
*****
136) એક કરતાં બે ભલા :
એક કરતા બે લોકો હોય તો ફાયદો થાય
*****
137) એક કાંકરે બે પક્ષી મારવા :
એક સાથે બે કામ કરવા
*****
138) બાવાના બેય બગડયા :
એક સાથે બે કામ કરવા અને બંને બાજુથી પસ્તાવું
*****
139) એક મ્યાન માં બે તલવાર ન સમાય :
એક સમાન વ્યક્તિ એક સ્થાને ન રહી શકે.
*****
140) એક તો કારેલું ને પાછું લીમડે ચઢયું :
મૂળમાં વાંકું અને વળી બહાનું મળી જવું.
*****
141) એક સાંધીએ ત્યાં તેર તૂટે :
એક મુશ્કેલીથી માંડ માર્ગ કાઢીએ ત્યાં બીજી મુશ્કેલી આવી ઉભી રહે.
*****
142) તાંબા ની તોલડી તેર વાના માંગે :
ઘરસંસાર માંડો ત્યારે ઘણી સાધનસામગ્રી જોઈએ
*****
143) અન્ન તેવું મન અને પાણી તેવી વાણી હોય :
જેવા ખાનપાન એવા જ બુદ્ધિવર્તન થાય
*****
144) નેવાના પાણી મોભે ના ચડે :
જે વસ્તુ અશક્ય છે તે શક્ય ન બની શકે
*****
145) પથ્થર ઉપર પાણી :
કોઈ વાત ની અસર ના થવી
*****
146) ઘરના ભુવા ને ઘરના ડાકલાં :
બધો લાભ પોતા નો જ હોવો
*****
147) ઘરકી મુરગી દાલ બરાબર :
ઘર ની વ્યક્તિ નું મહત્વ ના હોવું
*****
148) દુનિયાનો છેડો ઘર :
માણસ દુનિયા માં ગમે ત્યાં ફરે પરંતુ અંતે તો શાંતિ તો તેને ઘરે પહોંચ્યા બાદ જ મળે
*****
149) નાદાનની દોસ્તી ને જીવનું જોખમ :
મુર્ખ સાથેની મિત્રતા નુકસાનકારક સાબિત થાય છે
*****
150) જીવ્યા કરતાં જોયું ભલું :
જીવન જીવ્યા કરતા અનુભવ વધુ હોવો
*****
151) શિર સલામત તો પઘડિયાં અનેક :
વ્યક્તિ જીવંત હોય તો તેને પોષણ મળી રહે છે
*****
152) મુખ માં રામ ને બગલ માં છૂરી :
દેખાવે સારું પરંતુ દિલ થી કપટી હોવુ
*****
153) રામ રાખે તેને કોણ ચાખે :
જેની રક્ષા ભગવાન કરે તેને કઈ ના થાય
*****
154) ભેંશ આગળ ભાગવત :
જ્ઞાન વગર ના ને ઉપદેશ આપવો
*****
155) કાગડો ચાલે મોરની ચાલ :
દેખાદેખી કરવી
*****
156) ભસતો કૂતરો ભાગ્યે જ કરડે :
મોટી મોટી વાતો કરનાર કંઈ કરી શકતા નથી
*****
157) ઊડતાં પંખીને પાડવા :
ધાર્યું કામ પાર પાડવામાં હોશિયાર હોવું.
*****
158) મેરી બિલ્લી મુજસે મ્યાંઉં :
પોતાના જ દગો કરે
*****
159) શેરને માથે સવા શેર :
દુનિયામાં એકબીજાથી બળવાન વ્યક્તિ તો હોવાના જ
*****
160) સિંહનાં ટોળાં ન હોય :
બહાદુર માણસ એકલો જ હોય છે
*****
161) ઉતાવળે આંબા ના પાકે :
ઉતાવળ કરવા થી કોઈ કામ સારું થતું નથી
*****
162) ઉગતા સુરજ ને સૌ નમે :
જે સતા પર હોય તેને સૌ માને
*****
163) દૂર થી ડુંગર રળિયામણા :
બધું દૂર થી સુંદર દેખાય નજીક જઈએ ત્યારે સાચી હકીકત જણાય
*****
164) વાવે તે લણેને ખોદે તે પડે :
જે જેવું કાર્ય કરે તેવું તેને પરિણામ મળે.
*****
165) ઊલમાંથી ચૂલ માં પડયાં :
એક મુશ્કેલીમાં થી બીજી મુશ્કેલી માં પડવું
*****
166) જેણે મૂકી લાજ , તેને નાનું સરખું રાજ:
જેને શરમ મૂકી દીધી તે વ્યક્તિ ખુશ રહે છે
*****
167) ત્રાજવું કોઇની શરમ ન રાખે :
ન્યાયપૂર્ણ ફેંસલો તટસ્થ જ હોય
*****
168) નવરો બેઠો નખ્ખોદ વાળે :
બેઠા બેઠા કામ માં વધારો કરવો
*****
169) ન મામા કરતાં કાણો મામો સારો :
કઈ ના મળે એના કરતા જે મળે તે સારું
*****
170) કૂવામાં હોય તો હવાડામાં આવે :
મા-બાપમાં સંસ્કાર સંતાનમાં આવે
*****
171) નાનો તો પણ રાઈનો દાણો :
નાના માં નાની વસ્તુ પણ સમય આવતા કામ આવી શકે છે
*****
172) ઠોઠ નિશાળિયાને વતરણાં ઘણાં :
કામની આવડત નહિ ને ઝાઝા સાધનો રાખે
*****
173) કાળમાં કોદરા યે ભાવે :
મુશ્કેલ પરિસ્થિતિમાં જે મળે તે સારું લાગે
*****
174) ઘરડાં જ ગાડા વાળે :
અનુભવી ની સલાહ
*****